પલસાણા તાલુકા ના બલેશ્વર માં હવા અને પાણી માં પ્રદુષણ રૂપી ઝેર ભળતાં સ્થાનિક લોકો માં ભય ની લાગણી : લોકો નું કહેવું છે કે કેટલીય લેખિત અને મૌખિક ફરિયાદો કરી પરંતુ કોઈ પરિણામ નહિ. સુરત નજીક પલસાણા તાલુકામાં આવેલ બલેશ્વર વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવતા અહીં રહેતા લોકો ને કેન્સર જેવી અસાધ્ય બીમારી લાગુ પડવાની ફરિયાદો ઉઠવા પામી છે અને તેના કારણે કેટલાક પરિવારો ના આધાર પણ છીનવાઈ ગયા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
અહીં રહેતા અરુણ નગીન પટેલ , હિંમત ખાન પઠાણ ના કેન્સર ના કારણે મોત થઈ ચૂક્યા છે અને સંખ્યાબંધ લોકો ને શ્વાસ ની તકલીફ જણાઈ છે જે પાછળ થી કેન્સર માં નિદાન આવતું હોવાથી લોકો ધ્રુજી ઉઠ્યા છે.
આ મામલે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુસુધી કોઈ પગલાં ભરવામાં નહિ આવતા લોકો પરેશાની માં મુકાઈ ગયા છે.