એશિયા-પ્રશાંતમાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ હશે જેમાં 2020માં પગારમાં ઘટાડો આવશે. તો આવતા વર્ષે પગાર વધારાની બાબતમાં ભારત દુનિયામાં સૌથી મોખરે રહેશે. આ ખુલાસો મોબિલિટી કંસલ્ટન્સી ઈસીએલ ઈન્ટરનેશનલે તેના રિપોર્ટમાં કર્યો છે. ઈસીએલ ઈન્ટરનેશનલે તેના સેલરી ટ્રેન્ડ રિપોર્ટમાં કહ્યું છે કે, વધતી મોંઘવારી અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડના કારણે 2020માં પાકિસ્તાનીઓના વેતનમાં રેકોર્ડ સ્તરે ઘટાડો થવાની આશંકા છે. પાકિસ્તાનમાં કર્મચારીઓનો પગાર આ વર્ષની તુલનામાં ઘણો ઓછો થશે.
ઈસીએલ ઈન્ટરનેશનલના ક્ષેત્રીય નિદેશક એશિયાએ લી ક્વેને કહ્યું, “પાકિસ્તાનમાં વેતનમાં ઘટાડો માઇનસ ત્રણ ટકા રહેશે, એટાલે કે, કર્મચારીઓને ગત વર્ષની તુલનામાં ઓછું વેતન મળશે. જે સામાન્ય વધારો થશે, એ મોંઘવારીની તુલનામાં કઈંજ નહીં ગણાય. જેના પછીના વર્ષે આ વધીને 13 ટકા સુધી થવાની શક્યતા છે. એશિયા-પ્રશાંતના અન્ય દેશો, ખાસ કરીને ભારતમાં તેની અસર નહીં થાઈ.
રિપોર્ટ અનુસાર, ભારત એશિયામાં પગાર વધારાની બાબતમાં ટોચે રહેશે અને વર્ષ 2020માં વિશ્વમાં ભારત ટોચે રહેશે, ભારતમાં કર્મચારીઓના વેતનમાં 5.4 ટકાનો વધારો જોવા મળશે, જે હાંગકાંગમાં થતા પગાર વધારાની તુલનામાં ચાર ઘણો રહેશે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં વેતનમાં નોંધપાત્ર વધારો થવાનું અનુમાન છે. હા જોકે 2019ની સરખામણીમાં 2020માં મોંઘવારીમાં પણા વધારો થશે અને અર્થવ્યવસ્થા થોડી સુસ્ત પણ રહેશે, છતાં કર્મચારીઓ ભારતમાં વેતનમાં વધારાની આશા રાખી શકે છે. 2020માં ચીનમાં કર્મચારીઓના વેતનમાં 3.6 ટકાનો વધારો થશે. જ્યારે ગ્રેટ બ્રિટનમાં વેતનમાં ઘટાડો થશે.