નિવૃત્ત થઈ રહેલા દેશના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ રંજન ગોગોઈએ ન્યાયપાલિકા અને સહકર્મીઓના નામે એક સંદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યાં છે અને આજે કોર્ટમાં તેમનો છેલ્લો દિવસ હતો. જસ્ટિસ ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને જજોની આઝાદીને લઈને કહ્યું હતું કે, જજોએ મૌન રહીને પોતાની સ્વતંત્રતાનો પ્રયોગ કરવો જોઈએ.
જજોની આઝાદી તેમના મૌનમાં જ
પ્રેસ કોન્ફરન્સ કરવા મુદ્દે પણ જસ્ટિસ ગોગોઈએ રજુ કર્યો પોતાનો પક્ષ
જસ્ટિસ ગોગોઈએ સુપ્રીમ કોર્ટના એ 4 જજોમાં શામેલ હતાં જેમણે મીડિયા સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ મુદ્દે તેમને કહ્યું હતું કે, પ્રેસ સામે જવાનો વિચાર ક્યારેક એક ચૂંટણી જેવો નહોતો. તેમણે કહ્યું હતું કે, મેં એક એવા સંસ્થાન સાથ જોડાવવાનો નિર્ણય લીધો જેની તાકાત જ જનમાનસનો ભરોસો અને વિશ્વાસ છે.
મીડિયા વતી મળેલા સહયોગ બદલ વ્યક્ત કર્યો આભાર
જુદા જુદા મીડિયા સંસ્થાનો દ્વારા કાર્યાકાળના અંતિમ દિવસે પ્રેસ સંબોધનની અપીલ બાદ સીજેઆઈએ આ નોટ જાહેર કરી હતી. જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે, પ્રેસે દબાણના સમયે ન્યાયપાલિકાની શાખને ઠેસ પહોંચાડવાના ખોટા અહેવાલ વિરૂદ્ધ યોગ્ય વલણ દાખવ્યું હતું.