આઈ ફ્લોટર્સ એટલે આંખની સામે જોવા મળતાં ધાબા. તે ઘણીવાર આંખોની સામે તરતા જોવા મળે છે. સફેદ કાગળ, આકાશ જોતાં હોય ત્યારે આ ફ્લોટર્સ જોવા મળે છે. 60 વર્ષની ઉંમરએ આ ફ્લોટર્સ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આમ તો આ ફ્લોટર્સથી આંખને નુકસાન થતું નથી. કેટલીકવાર ફ્લોટર્સના કારણે નજર નબળી પડી જાય છે.
આઈ ફ્લોટર્સના લક્ષણ
ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરતાં હોય ત્યારે તે દૂર હટી જાય છે. તે અલગ અલગ આકારના, કાળા કે ખાલી ધબ્બા જેવા અને વાંકીચુંકી રેખાઓ જેવા હોય છે. તે વિવિધ આકારના હોય છે.
ધ્યાનમાં રાખો
આઈ ફ્લોટર્સમાં અચાનક વૃદ્ધિ થાય તો તુરંત નેત્ર રોગ નિષ્ણાંતનો સંપર્ક કરવો. આ ફ્લોટર્સ પ્રકાશની ચમક જોવા પર નજીકની નજર નબળી કરે છે. તે ગંભીર સ્થિતિના લક્ષણ હોય શકે છે. જેના પર ચોક્કસ ધ્યાન આપવું.