તમિલનાડુમાં 18 વર્ષની છોકરીએ દેશની મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઈકો-ફ્રેન્ડલી સેનિટરી પેડ્સ બનાવ્યાં છે. ઈશાનાને માર્કેટમાં મળતા સેનિટરી પેડને લીધે ઘણી સ્વાસ્થ્યને લગતી તકલીફ થઈ હતી. આ સમસ્યા અન્ય લોકોને ન આવે તે માટે તેનો વિકલ્પ ઈશાનાએ શોધી લીધો છે.
ઈશાનાએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, મને હેલ્થની સમસ્યા થયા પછી મેં કોટનના સેનિટરી પેડ બનાવવાનો વિચાર આવ્યો હતો. મેં અમુક મશીનરી પણ વસાવી છે. મારો હેતુ એટલો જ છે, કે હું જેમ બને તેમ વધુ મહિલાઓ કોટન ક્લોથમાંથી બનેલા સેનિટરી પેડ વાપરે ઈશાનાએ આ સેનિટરી પેડમાં કેમિકલ જેલ પણ એડ કર્યું છે, જેથી મહિલાને સ્વાસ્થ્યની કોઈ સમસ્યા ન થાય. મેં જે સેનિટરી પેડ બનાવ્યા છે, તેમાં કોટન ક્લોથના લેયર છે. આ પેડને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય છે અને તે ઈકો-ફ્રેન્ડલી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાઇરલ થયા પછી લોકો ઈશાનાનાં વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ ટેલેન્ટેડ છોકરીને સલામ છે.