સેમસંગ Galaxy M10s સહિત કંપનીના અનેક પ્રોડક્ટ્સ પર બ્લૂ ફેસ્ટ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ 6 દિવસીય સેલ 19 નવેમ્બર સુધી ચાલશે. સેલ દરમિયાન HDFC બેન્ક ગ્રાહકોને સિલેક્ટેડ સ્માર્ટફોન્સની સાથે 10 ટકાનાં કેશબેકનો પણ લાભ મળશે. આ ઉપરાંત કંપની Galaxy S10 અને Galaxy Note 10 સીરીઝ સાથે એક્સેસરીઝ અને પ્રોડક્ટ્સ ખરીદવા પર પણ એડિશનલ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ સેમસંગ વાયરલેસ ચાર્જર, ગેલેક્સી વૉટ એક્ટિવ એન્ડ સ્ટ્રેપ કોમ્બો, AKG Y500, ગેલેક્સી ફ્રેન્ડ્સ કવર, ક્લિયર વ્યૂ કવર અને Galaxy Tab S5e પર મળશે.
બ્લૂ ફેસ્ટ સેલ અંતર્ગતનું આયોજન એક્સ્ક્લુઝીવ રીતે સેમસંગ ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર પર કરવામાં આવ્યું છે. આ સેલમાં સેમસંગ Galaxy M10s 8,999 રૂપિયાના બદલે 7,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ જ રીતે Galaxy Note 9નું વ્ચાણ 42,999 રૂપિયા અને Galaxy S9નું વેચાણ 29,999 રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે. બંને ફોન્સને HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ સાથે ખરીદવા પર 7.5 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. સાથે જ Galaxy Watch 42mm ડિસ્કાઉન્ટ બાદ 19,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.