મુંબઈ : અભિનેત્રી પરિણીતી ચોપડા તેના આગામી પ્રોજેક્ટ સાઇના નેહવાલની બાયોપિકની તાલીમ દરમિયાન ઘાયલ થઈ ગઈ હતી. હવે તેણે ઈજામાંથી સાજા થવા માટે ફિઝીયોથેરાપી સેશન લેવાનું શરૂ કર્યું છે.
અભિનેત્રીએ તેના ફિઝીયોથેરાપી સત્રનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની ફિઝિયોથેરાપિસ્ટ સાથે જોવા મળી છે. પરિણીતીએ વિડીયોની સાથે સાથે ઉલ્લેખ કર્યો છે કે આ તેનું પ્રથમ ફિઝીયોથેરાપી સેશન છે. તેણે લખ્યું, ‘મારું આખું શરીર ખૂબ જ કડક અને સખત થઈ ગયું છે. મારી સંભાળ રાખવા બદલ મારા ફિઝીયોથેરાપિસ્ટ અપૂર્વાનો આભાર.’