મુંબઈ : હોલીવુડની લોકપ્રિય એનિમેટેડ ફિલ્મ ‘ફ્રોઝન 2’ 22 નવેમ્બરના રોજ રીલિઝ થવાની છે. ભારતમાં આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત તમિલ અને તેલુગુમાં રજૂ કરવામાં આવી રહી છે. રવિવારે સાંજે મુંબઈમાં ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો, જેમાં સની લિયોની તેના બાળકો અને પતિ સાથે પહોંચી હતી.
સની લિયોનીની પુત્રી નિશા કૌર વેબર ફ્રોઝન ફિલ્મના મુખ્ય પાત્રો એલ્સા અને આનાની ખૂબ મોટી ચાહક છે. આ પ્રીમિયરમાં, નિશાને તેના બંને પ્રિય પાત્રોને મળવાની તક મળી. આવી સ્થિતિમાં નિશાની ખુશી જોવા જેવી હતી.
નિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે ડિઝની પ્રિન્સેસ અને ફ્રોઝનનું પાત્ર એલ્સા અને આનાને ગળે લગાવી રહી છે. નિશાની ખુશી તેના ચહેરા પરથી દેખાઈ રહી છે અને એલ્સા અને આનાના ગેટઅપમાં આવેલી મહિલાઓની ખુશી પણ જોવા જેવી છે.