મુંબઈ : શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની અભિનયની શરૂઆત કેટલાક સમયથી જોરશોરથી ચાલી રહી હતી. આખરે સુહાના ખાને અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે. તેની પહેલી શોર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મમાં સુહાનાએ પોતાની અભિનય કુશળતાનો પરિચય આપ્યો છે.
દસ મિનિટની આ શોર્ટ ફિલ્મમાં સુહાનાએ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે અભિનયની સાથે સાથે બોલવાની શૈલીમાં પણ સારું કામ કર્યું છે. ફિલ્મની વાર્તા એક યુવાન દંપતીની આસપાસ ફરે છે. બે દિવસીય માર્ગની સફરમાં, આ દંપતી તેમના સંબંધની સત્યતાનો સામનો કરે છે. થિયોડર ગિમેનોએ અંગ્રેજી ભાષાની ટૂંકી ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’નું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં સુહાના સિવાય રોબિન ગોનેલા મુખ્ય ભૂમિકામાં છે.