દેશમાં બેરોજગારીની સમસ્યા વધતી જઈ રહી છે. એવામાં જરૂરી છેકે, કંપનીઓ આગળ આવીને રોજગાર પ્રોવાઈડ કરવાની દિશામાં કામ કરે. અમુક સંસ્થાઓ નવા-નવા જોબ ક્રિએશનનાં અવસર આપી રહી છે. આ દિશામાં હવે ફૂડ ડિલીવરી કરતી ઓનલાઈન પ્લેટફોર્મ સ્વિગીએ મોટું પગલું ભર્યુ છે. કંપનીએ હાલમાં જ જાહેરાત કરી છેકે, આગામી 18 મહિનામાં તે લગભગ 3 લાખ લોકોની ભરતી કરશે.
જો સ્વિગી પોતાના કહ્યા મુજબ, 18 મહિનામાં ત્રણ લાખ લોકોની ભરતી કરશે, તો ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટી એમ્પલોયર બની જશે. હાલમાં દેશમાં સૌથી મોટી ખાનગી એમ્પલોયર કંપની હોવાનો શ્રેય ટીસીએસનાં નામે છે. તેની પાસે લગભગ 4.5 લાખ કર્મચારીઓ છે. જે સ્વિગી 3 લાખ લોકોની ભરતી કરશે, તો તેના કર્મચારીઓની સંખ્યા 5 લાખ થઈ જશે. હાલમાં સ્વિગી પાસે લગભગ 2 લાખથી વધારે ડિલીવરી સ્ટાફ છે. અને આઠ હજારથી વધારે કાયમી કોર્પોરેટ કર્મચારી છે.
સ્વિગીનાં કો-ફાઉન્ડર અને સીઈઓ હર્ષ મેજટીએ હાલમાં જ એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતીકે, આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કર્યા બાદ તે દેશની સૌથી મોટી એમ્પલોયરનાં રૂપમાં સ્થાપિત થશે. કારણકે, ખાસ વાત એ પણ છેકે, જો સ્વિગી 3 લાખ લોકોને રોજગાર આપશે તો તેના એમ્પલોઈની સંખ્યા વધીને 5 લાખ થઈ જશે. અને આ રીતે તે દેશમાં ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન રેલવે બાદ સૌથી વધારે રોજગાર આપતી સંસ્થા બની જશે. ઈન્ડિયન આર્મીમાં લગભગ સાડા બાર લાખ અને ઈન્ડિયન રેલવેમાં લગભગ 12 લાખ કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે.
સ્વિગીની જોબ પ્રોફાઈલમાં આ છે ફરક
જોકે, સ્વિગીમાં જોબ મેળવનારા લોકો માટે ફરક એટલો જ હશે કે, તેમને ફુલટાઈમ એમ્પલોઈનાં રૂપમાં કામ મળશે નહી. સ્વિગીમાં કામ કરતાં વધારે લોકો ડિલીવરી સ્ટાફનાં રૂપમાં કામ મેળવી શકશે. અમે તેમને કાયમી કર્મચારી તરીકે ભરતી કરાશે નહી.