અગાઉ ના સમયે આપણે ગાડી લઈને નીકળીએ એટલે રસ્તા ખબર ન હોય એટલે ઘણી જગ્યા એ વારંવાર ગાડી ઉભી રાખી બધાને વારેઘડીએ રસ્તા પૂછ્યા કરવું પડતું હતું અને તેમાં ઘણો સમય બગડતો હતો એમાંય રાત નો સમય હોય અને રોડ ઉપર કે શહેર , ગામ માં બધા સુઈ ગયા હોય ત્યારે તો એટલી મુસીબત ઉભી થતી કે સવાર પડ્યા વગર છૂટકો જ નહીં અને સવાર બાદ કોઈને પૂછીને આગળ વધી શકાતું હતું એમાંય ફેમિલી સાથે હોય અને આજુબાજુ માં કોઈ ન હોય તો રાત ના લૂંટ ની ઘટના નો ડર પણ રહેતો હતો જોકે ગૂગલ અવતાજ આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે અને મોબાઈલ માં લોકેશન સેટ કરો એટલે કામ થઈ ગયું પરંતુ હવે તો ગુગલ પર એવું ફીચર્સ આવ્યું છેકે પોતાને સમજાય તે ભાષા પણ સેટ કરી શકાય છે ગૂગલ મેપ તમને દરેક શહેરનો રસ્તો બતાવે છે. આ મેપે લોકોની મુસાફરી સરળ બનાવી દીધી છે. કોઈ પણ નવા સ્થળના રસ્તાની માહિતી તમને ગૂગલ મેપ પર મળી જાય છે, પરંતુ કેટલાક યૂઝર્સને કોઈ નવા શહેરની સ્થાનિક ભાષામાં ગૂગલ મેપના ઉપયોગમાં મુશ્કેલી પડે છે. હવે આ યૂઝર્સે આ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે કેમકે હવે ગૂગલ મેપ સ્થાનિક ભાષાની સમસ્યાથી છૂટકારો મેળવવા ટ્રાન્સલેશન ફિચર લોન્ચ કર્યું છે.
ગૂગલે કહ્યુ કે જો કોઈ વ્યક્તિ તેનો દેશ છોડી અન્ય દેશમાં જાય અને તેમને ત્યાંની લોકલ ભાષા ન આવડતી હોય અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રાવેલિંગ દરમ્યાન કોઈ ટેક્સી ડ્રાઈવરને પોતાની વાત કે દિશા સમજાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તે ગૂગલ મેપ અને ગૂગલ ટ્રાન્સલેટને મેળવીને હવે આ ટ્રાન્સલેશન ફિચર જોડવામાં આવ્યું છે.
આ નવા ફિચરથી સ્માર્ટફોન સ્થાનિક ભાષામાં બોલીને બતાવશે કે કઈ જગ્યાએ જવાનું છે. આ ફિચરનો ઉપયોગ કરવા માટે ગૂગલ મેપમાં પ્લેસ નામ અને એડ્રેસની બાજુમાં આપેલા સ્પીકર બટનને દબાવવાનું રહેશે. ત્યારબાદ ગૂગલ મેપ તમને બોલીને જણાવશે કે, તમારે કઈ જગ્યાએ જવાનું છે. આ ફિચરને કારણે ડ્રાઈવરને સ્થાનિક ભાષામાં ખબર પડી જશે કે, તમારે કયા સ્થળે જવાનું છે.
ગૂગલ તેની એપ્સના ફિચર્સને સતત અપડેટ કરતુ રહે છે. મશીન લર્નિગને વધુ અપગ્રેડ કરીને યૂઝર્સની સહૂલિયત માટે બનાવવામાં આવી રહ્યુ છે. થોડા દિવસો અગાઉ ભારતમાં આયોજીત Google For India ઈવેન્ટમાં Google Assistantના અપગ્રેડ કરવામાં આવ્યું હતું. હવે યૂઝર્સ Google Assistant મારફતે હિન્દીમાં વાત કરી શકશે જેનાથી ઘણીબધી મુશ્કેલીઓ નો અંત આવશે આધુનિક ટેકનોલોજી થી દરેક સમસ્યાઓ નો માત્ર બટન દબાવવાથી અંત આવે છે


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.