મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને પેચ ફસાયો છે. ત્યારે શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત મહારાષ્ટ્રમાં જલ્દી જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનશે તેવો દાવો કર્યો છે. સંજય રાઉતે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં જલ્દી જ લોકપ્રિય સરકાર બનશે. કોઇ પણ પક્ષ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નથી ઇચ્છતું. મહારાષ્ટ્રમાં શરદ પવારે હજુ સુધી તેમના પત્તા ખોલ્યા નથી.
શિવસેના નેતા સંજય રાઉતે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યુ છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે અમને દગો આપ્યો છે. તેમણે કહ્યું કે તે નિશ્વિત છે કે શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. શરદ પવારને લઇને તેમણે કહ્યું કે, શરદ પવારને સમજવા માટે અનેક જન્મ લાગશે.
એનસીપી અને કોંગ્રેસ વચ્ચે મહત્વની બેઠક
મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સરકાર રચવાની પ્રક્રિયા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. સોમવારે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે યોજાયેલી બેઠક બાદ હવે આજે દિલ્હીમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ફરી એક વખત મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે.