પાકિસ્તાન હાલમાં ઑસ્ટ્રેલિયા ના પ્રવશે છે. હાલમાં બંને વચ્ચે ની ટેસ્ટ સૃખલા પુરી થઇ ગઈ છે. તો હવે બંને વચ્ચે 5 મેચ ની વન્ડે સૃખલા 13 જાન્યુઆરી થી ચાલુ થવાની છે. ત્યારે ઑસ્ટ્રેલિયા એ આ શ્રુંખલા માટે પોતાની ટિમ જાહેર કરી છે. જેમાં કેટલાક સ્ટાર બેટ્સમેનો ને આરામ આપવામાં આવ્યો છે. જયારે ઑસ્ટ્રેલિયા ના ડોમેસ્ટિક ક્રિકેટ બિગ બેશ લીગ માં સારો દેખાવ કરવાના કારણે કેટલાક ડોમેસ્ટિક પ્લયેરનો આ સૃખલામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઑસ્ટ્રેલિયા એ આ સૃખલામાં ટીમ અનુભવી બેટ્સમેન જ્યોર્જ બેઈલી તથા એરોન ફિન્ચને આરામ આપવામાં આવ્યો છે. જયારે ટીમમાં ઝડપી બોલર બિલી સ્ટાનલેક તથા ક્રિસ લિનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમના પસંદગીકાર પ્રમુખ ટ્રેવર હોંસના જણવ્યા અનુસાર આ સૃખલા તેમના માટે ખુબજ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા ને આ સૃખલા પછી ન્યૂઝીલેન્ડ સામે ચૈપલ-હૈડલી સૃખલા રમવાની છે. અને એના પછી ચેમ્પિયન્સ ટ્રોફી પણ ચાલુ થવાની છે. એના માટે આ સૃખલામાં ઓસ્ટ્રેલિયા તેમના નવા પ્લયેરો ને તૈયાર કરવા માટે ખુબજ મહત્વપૂર્ણ છે. એમને વધારે પડતું જણાવ્યું કે બિલી સ્ટાનલેક તથા ક્રિસ લિને અત્યાર ની ઘરેલુ ક્રિકેટ માં ખુભ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. જયારે ફિન્ચ અને બેલી વિષે જણાવ્યું કે એ બેન અત્યારે થોડા ખરાબ ફોર્મ માં ચાલી રહ્યા છે જેના કારણે એમને આરામ આપવામાં આવ્યો છે.
ઑસ્ટ્રેલિયા ની ટિમ પાકિસ્તાન સામે આ પ્રમાણે છે :
(1) સ્ટીવન સ્મિથ (કેપ્ટન)
(2) ડેવિડ વૉર્નર
(3) ઉસ્માન ખ્વાજા
(4) ગ્લેન મેકસવેલ
(5) ક્રિસ લિન
(6) પેટ કમિન્સ
(7) જોશ હેજલવુડ
(8) જેમ્સ ફોકનર
(9) મેથ્યુ વેદ
(10) મિચેલ માર્શ
(11) મિચેલ સ્ટાર્ક
(12) બિલી સ્ટાનલેક
(13) અરેવીસ હેડ
(14) એડમ જામ્પા