મુંબઈ : અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ સ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’નું ટ્રેલર રિલીઝ થયું છે. તાનાજી માલુસરેના જીવન પર આધારીત આ ફિલ્મ અજય દેવગણની કારકિર્દીની 100 મી ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર જોરદાર છે. સોશિયલ મીડિયા યુઝર્સ તાનાજીના ટ્રેલરની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
ટ્રેલરમાં શું છે
ટ્રેલર બતાવે છે કે, કેવી રીતે મુગલો કોંઢણાને જીતવા માગે છે. તે જ સમયે, મરાઠાઓ ફરીથી કોંઢણા પર કેસરીયા લહેરાવવા આંદોલન કરી રહ્યા છે. આ યુદ્ધ લડવાનું કામ છત્રપતિ શિવાજી મહારાજે સુબેદાર તાનાજી માલુસરેને આપ્યું છે. મરાઠા-મુગલોની કોઢાણાને જીતવાની આ લડાઇમાં, તાનાજી સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા કેવી રીતે મુગલ સામ્રાજ્યને હચમચાવે છે તે જોવાની મજા આવશે.