મુંબઈ : જબરદસ્ત ટ્રેલર અને તેના એક ગીતને કારણે હેડલાઇન્સ બનાવનારી મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’નું આજે બીજું ગીત પણ રિલીઝ થઈ ગયું છે. આ ગીત ગોવિંદા અને રવિના ટંડન પર ફિલ્માવેલ લોકપ્રિય ગીત ‘અંખિયો સે ગોલી મારે’નું રીક્રિએટ વર્ઝન છે. કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, સ્ટારર ફિલ્મનું આ ગીત રિલીઝ થતાની સાથે જ છવાયું છે.
ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે આ ગીત લોકોમાં આ ફિલ્મ અંગેની ઉત્સુકતા વધારવાનું કામ કરી રહ્યું છે. આજે બુધવારે બપોરે આખા સ્ટાર કાસ્ટે આ ગીતને દિલ્હીના ફેન્સ બીચ સિંગર તુલસી કુમાર સાથે લોન્ચ કર્યું હતું.