ભારતમાં વોટ્સએપ જાણીતા પત્રકારો-સામાજિક કાર્યકરો અને વકીલોની થયેલ જાસૂસી મુદ્દે વોટ્સએપના અધિકારીએ નિવેદન આપ્યું હતું. કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે સરકાર સાથે મળીને આગળ ઘણી તપાસ થઇ શકી હોત. તેઓએ જણાવ્યું હતું કે અમે અમારા યુઝર્સની પ્રાઇવસી જાળવી રાખવા માટે કટિબદ્ધ છીએ. અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર પણ અહીં એક નિર્ણાયક ભૂમિકા નિભાવે છે અને અમે વપરાશકર્તાની ગોપનીયતા અને સુરક્ષાને લગતા સંવેદનશીલ મુદ્દાઓ પર સમયસર તેની સાથે સંકળાયેલા રહેવા માટે પ્રતિબદ્ધ છીએ. અમને દિલગીરી છે કે અમે આ મુદ્દાઓ સરકારની અપેક્ષાઓ પૂરી કરી નથી અને વધુ સારા પ્રયાસો માટે પ્રયત્ન કરીશું.
બીજી તરફ વોટ્સએપ જાસૂસી મામલે તપાસ કરવા માટે શશી થરૂરની આગેવાનીમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે દાવો કર્યો કે તેમના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષના ત્રણ નેતાઓના ફોન સરકાર દ્વારા હેક કરવામાં આવ્યા હતા. વોટ્સએપ દ્વારા પ્રિયંકા ગાંધીને પણ તેમનો ફોન હેક થયો હોવાની આશંકા વ્યક્ત કરતો મેસેજ મોકલાયો હતો.