રાજકોટ રહેતી મહિલાનું નવેક દિવસ પહેલા પાવાગઢ દર્શન કરવા લઈ જવાના બહાને કારમાં અપહરણ કરી ભરૂચ નજીક આમોદ ગામ પાસે લઈ ગયા બાદ છરી બતાવી કાર ચાલક સહિતના શખ્સોએ ગેંગરેપ આચરી તેનું એક શખ્સે વિડીયો શુટીંગ કરી કોઈને જાણ કરી તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કુવાડવા પોલીસે આ અંગે મહિલાની ફરીયાદ પરથી રમેશ કેશુભાઈ રાઠોડ રહે. બાબરા, જીતેન્દ્ર પ્રવિણભાઈ ૩૦, પ્રવીણ ગોવિંદભાઈ ચૌહાણ ૫૦, ભાનુબેન પ્રવીણભાઈ, (ઉ.વ.૪૦ રહે બધા રાજપુર), હંસાબેન ખોડાનાથ પરમાર (ઉ.વ.૪૫), પપ્પુ સવજીભાઈ પરમાર (૩૫), અજીત ઈશાનાથ પરમાર (૩૦), હરેશ પરસોત્તમભાઈરાઠોડ (ઉ.વ.૩૫ રહે. બધા કાકશ ગામ તા.લીલીયા),તુલશી ઉર્ફે તવો મંગળદાસ રાઠોડ (૫૦) રોહીત નરશીભાઈ રાઠોડ (૩૦), પુનીત વિનુભાઈ રાઠોડ (ઉ.વ.૩૫ રહે. બધા હાથસણી રો, સાવરકુંડલા) જગદીશ હરીદાસ રાઠોડ (૪૫ રહે બાઢડા ગામ, સાવરકુંડલા) અને જાવેદ, રહીમ અને સલીમ નામના શખ્સ સામે દુષ્કર્મ, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર મહિલાનાપુત્રના કેટલાક સમય પહેલા લગ્ન થયા હતાં. પરંતુ દંપતી વચ્ચે મનમેળ ન થતા પુત્રવધુ પિયર જતી રહી હતી. જેને તેડવા જવા છતાં તેના પરિવારજનો પરત મોકલતા ન હોવાથી રાજકોટની કોર્ટમાં સિવિલ કેસ દાખલ કરાવ્યો હતો.દરમિયાન ગઈ તા.૧૧.૧૧ નાં ભોગ બનનાર મહિલા પાસે આવી તેના પરિચિત આરોપી રમેશે સમાધાન કરાવી દેવાની વાત કરી હતી. અને બાદમાં પાવાગઢ દર્શનકરવા જવાનું કહી તેના ઘરેથી વાહનમાં વડોદરા બાયપાસ સુધી લઈ જઈ ત્યાંથી અન્ય એક કારમાં કે જેમાં બીજા આરોપીઓ બેઠા હતા તેમાં બેસાડી દેવાઈ હતી.
જયાથી તેનું અપહરણ કરી આમોદ નજીક અવાવરૂ સ્થળે લઈ જઈ કારના ડ્રાઈવર જાવેદ, રહીમ અને સલિમે છરી બતાવી ગેંગરેપ આચર્યો હતો. જેનું આરોપી રમેશે વિડીયો શુટીંગ કરી કોઈને વાત કરશે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આટલુ જ નહી મહિલાને જ્ઞાાતિ પ્રત્યે હડધુત કરતા આ અંગે ભરૂચના છાણી પોલીસે ઝીરો નંબરથી ગુનો દાખલ કરી કુવાડવા પોલીસને મોકલતા વધુ તપાસ હાથ ધરાઈ છે.