સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતી બસ સેવામાં સતત ત્રીજા દિવસે ત્રીજો અકસ્માત થતા લોકોમાં ભારે રોષ છે. અકસ્માત બાદ પાલિકા તંત્ર બસ લાવનાર એજન્સીને નોટિસ આપીને પેનલ્ટી વસૂલ કરી રહી છે. પરંતુ આકરા પગલાં ભરાતાં ન હોવાથી અકસ્માત રોકવામાં સફળતા મળી નથી. સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવામાં અકસ્માત ઓછા થાય તે માટે રોજ ડ્રાઇવરોને તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રાઇવર નોકરી પર આવે તે પહેલા તેમને શપથ લેવડાવવામાં આવે છે આવા પ્રકારની કામગીરી છતાં પણ ડ્રાઇવરો બેકાબૂ આવી રહ્યા છે. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં રોજેરોજનો વધારો થઈ રહ્યો છે.
બે દિવસ પહેલા અકસ્માત થયો તે ચાર વખત સ્ટાન્ડર્ડ એજન્સી અને ગઈકાલે હંસ ટ્રાવેલ્સ ને પાલિકાએ નોટિસ આપી છે. અકસ્માતમાં મૃત્યુ થાય એટલે પાલિકા એજન્સીને દંડ પણ ફટકાર્યો છે. લોકોની મહામૂલી જિંદગી હોમાઈ જાય છે ત્યાર બાદ પણ પાલિકા એજન્સીને માત્ર દંડ અને નોટિસ ફટકારતી હોવાથી અકસ્માત રોકવામાં હજી સુધી સફળતા મળી નથી. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અથવા થયા હોવાને કારણે લોકોમાં પાલિકાની બસ સેવા સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે માત્ર પેનલથી અને નોટિસ નહીં જીવલેણ અકસ્માત સર્જનાર ડ્રાઈવર અને એજન્સી સામે આકરા પગલાં ભરવા જોઇએ. આકરા પગલાં ભરશે તો જ અકસ્માત રોકવામાં સફળતા મળી શકે એવું લોકોનું માનવું છે.