નવી દિલ્હી : કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ડે – નાઇટ ટેસ્ટના પહેલા દિવસે શુક્રવારે બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસને માથામાં બોલ વાગ્યો હતો, ત્યારબાદ તેને અહીંની સિટી હોસ્પિટલમાં સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની પહેલી ઇનિંગ દરમિયાન દાસને શમીનો બોલ હેલ્મેટ પર વાગ્યો હતો, તે પછી ટૂંક સમયમાં દાસે હેલ્મેટ ઉતાર્યું અને થોડા સમય પછી તેને ફિઝિયો બહાર લઇ ગયા. તેની જગ્યાએ ટીમે કોન્સેશન ખેલાડી તરીકે મેહદી હસન મિરાજને મેદાનમાં ઉતાર્યા હતા. સૂત્ર અનુસાર, ‘દાસની તબિયત સારી ન હતી તેથી તેમને સિટી સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.’
જ્યારે લિટન રિટાયર્ડ હાર્ટ થયો ત્યારે તે 24 રનમાં રમી રહ્યો હતો. તે ઓપનર શાદમેન ઇસ્લામ બાદ ટીમમાં બીજા નંબરનો સૌથી મોટો સ્કોરર હતો.
ભારતીય બોલરોએ ગુલાબી બોલ સાથે રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશની ટીમે પ્રથમ દાવમાં 30.3 ઓવરમાં 106 રનમાં કર્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાદમાન ઇસ્લામે સૌથી વધુ 29 રન બનાવ્યા જ્યારે લિટન દાસે રિટાયર્ડ હાર્ટ) 24 રન જોડ્યા. અતિથિ ટીમના ફક્ત ત્રણ બેટ્સમેન દસ સુધી પહોંચી શક્યા.