ઉત્તરન અને દિલ સે દિલ તક ફેમ એકટ્રેસ રશ્મિ દેસાઈ ટીવી ક્ષેત્રે ગુંજતું નામ છે. ડેલી શોપથી બ્રેક લઈને હાલ રશ્મિ રિયાલિટી શો બિગ બોસમાં ચમકી રહી છે. પ્રશંસકો તેને ભરપુર સપોર્ટ કરી રહ્યા છે. 2002થી કેરિયરની શરૂઆત કરનાર રશ્મિએ જ્યારે ગયા વર્ષે મેકઓવર કરાવ્યો ત્યારે સૌને ચોંકાવી દીધા. રશ્મિએ તેના લુક પર વધારે ફોકસ કર્યુ તેના વોર્ડરોબને પણ બદલી નાંખ્યો જેની સીધી અસર તેના પર જોવા મળી રશ્મિ પહેલા કરતા વધારે આકર્ષક દેખાવા લાગી.
રશ્મિ પહેલા પણ ખુબસુરત લાગતી જ હતી પણ હવે વધારે ફેશનેબલ દેખાઈ રહી છે. એકટ્રેસને વધારે આકર્ષક બનાવે છે તેનો માસુમ બાળક જેવો ચહેરો ક્યુટ લાગતી આ અભિનેત્રી દર્શકોને આકર્ષવાનો એક પણ મોકો નથી છોડતી. રશ્મિ દેસાઈ પહેલા ખુબજ સ્લિમ હતી. આજની તસવીરો જુઓ તો તેણે પોતાનું વજન થોડુ વધાર્યુ છે. રશ્મિ બિગ બોસ હાઉસમાં સૌની મનપસંદ છે. વર્કફ્ન્ટની વાત કરીએ તો રશ્મિ દેસાઈએ ફિલ્મ કન્યાદાનથી ડેબ્યુ કર્યુ હતુ. લમ્હે જુદાઈ કે સીરિયલમાં તેની ખાસી નોંધ લેવાઈ હતી.
રશ્મિએ ત્યારબાદ સીરિયલમાં જ કામ કરવાનું પસંદ કર્યુ. ટીવી ક્ષેત્રે રશ્મિને ઝળહળતી સફળતા અપાવી. સીરિયલ ઉત્તરન તેના માટે માઈલસ્ટોન સાબીત થઈ. રશિમ ઇશ્ક કા રંગ સફેદ, રાવણ, પરી હૂં મૈં, અધુરી કહાની હમારી, દિલ સે દિલ તક જેવા શોમાં કામ કરી રહી છે.