જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો આ ખબર તમારે વાંચવી જોઇએ, SEBI એ સ્ટોક બ્રોકરેજ કંપની કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (KSBL-Karvy Stock Brokers Limited)ને એક ગ્રાહકના 2000 કરોડ રૂપિયાને ડિફોલ્ટ કરવાના કારણે પ્રતિબંધ મૂકી દીધો છો. સેબી દ્વારા કાર્વી પર મૂકવામાં આવેલા આ પ્રતિબંધ મુજબ કંપની હવે ન તો નવા ગ્રાહકને તેની સાથે જોડી શકે છે કે અને ન તો ગ્રાહકો માટે ટ્રેડ કરી શકશે.
પાવર ઓફ અર્ટોનીનો ખોટો ઉપયોગ નેશનલ સ્ટોક એક્ષચેન્જે કહ્યું કે કાર્વી સ્ટોક બ્રોકિંગે પાવર ઓફ અર્ટોનીનો ખોટો ઉપયોગ કર્યો છે. કાર્વીએ તેના ગ્રાહકને સિક્યોરીટિ તેમની મદદનીશ કંપનીઓની મદદથી વેચ્યું છે. જેનાથી મળનારા ફંડને કંપનીએ તેની જરૂરિયાતો માટે ઉપયોગ કર્યો છે.
સેબીએ કહ્યું, કર્વી સ્ટોક બ્રોકરેજ લિમિટેડે આ વાતને છુપાવવા માટે જાન્યુઆરી 2019થી લઇને ઓગસ્ટ 2019 દરમિયાન નેશનલ સ્ટોક એક્ષચેન્જ આપેલા સબમિશનમાં તેનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.