મુંબઈ : એકતા કપૂરના સૌથી લોકપ્રિય શો ‘કસોટી જિંદગી કી 2’ની લીડ એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ, ટીવીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં શામેલ છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી એરિકા ફર્નાન્ડિઝ અવારનવાર તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા ફેન્સ સાથે શેર કરે છે. હવે એરિકાએ કસોટીના સેટ પરથી તેનો એક ખૂબ જ શાનદાર વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં એરિકાની રમૂજી શૈલી
વીડિયોમાં એરિકા પરંપરાગત લહેંગા ચોલી અને ઓકસોડાઇઝ જ્વેલરી પહેરીને બોલિવૂડના ઘણા ગીતોમાં નૃત્ય કરતી જોવા મળી રહી છે. એરિકાની આ મનોરંજક શૈલીને તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. ફેન્સ તેની વીડિયો પર કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે.