મુંબઈ : રિયાલિટી શો ‘બિગ બોસ 13’ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શો ટીઆરપીમાં પણ ટોપ 10 માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. શોમાં દિવસે – દિવસે નવા નાટક જોવા મળી રહ્યા છે. હવે આ શોના હરીફ હિન્દુસ્તાની ભાઉ (વિકાસ પાઠક) ની પત્ની અશ્વિનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તેણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા તેના પતિ (વિકાસ પાઠક) વિરુદ્ધ ખોટા નિવેદનો સામે ફરિયાદ નોંધાવી છે. અશ્વિનીએ ખાર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. રવિવારે આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “સોશ્યલ મીડિયા પર હિન્દુસ્તાની ભાઉ વિરુદ્ધ ઘણા ખોટા અને બનાવટી સંદેશા, નિવેદનો અને વિડીયો બનાવવામાં આવ્યા છે. જે લોકો પોતાને તેનો ભાઈ, કાકી અથવા સબંધીઓ જણાવી રહ્યા છે, તેઓ તેના કોઈ લાગતા વળગતા નથી. મારા પરિવારમાં ફક્ત મારી સાસુ, મારો પુત્ર, મારા માતા- પિતા અને હિન્દુસ્તાની ભાઉના ભત્રીજો સંદેશ પાઠક છે.”
તેમણે કહ્યું, “પત્રનો અર્થ એ છે કે જો કોઈ બહારના વ્યક્તિ કોઈ પ્રકારનાં સંબંધોના નામે દુરુપયોગ કરશે તો અમે તેના માટે જવાબદાર નહીં હોઈએ.”