નવી દિલ્હી : Jio Fiber પ્રિવ્યુ ઓફર હવે નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. રિલાયન્સ જિયો દ્વારા પ્રારંભિક ગ્રાહકો માટે ઈન્ટ્રોડક્ટરી સ્કીમ તરીકે આ ઓફર રજૂ કરવામાં આવી હતી, જેથી તેઓ હાઇ સ્પીડ બ્રોડબેન્ડ સેવાનો અનુભવ કરી શકે. આ પ્રિવ્યુ ઓફર જીયોફાઇબર બ્રોડબેન્ડ સેવાના વ્યાવસાયિક પ્રારંભ પહેલાં રજૂ કરવામાં આવ્યો હતો. આ માટે, રાઉટરના પ્રકારને આધારે રૂ .4,500 અથવા રૂ .2,500 ની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝીટ રાખવામાં આવી હતી.
સપ્ટેમ્બરમાં, જિયોએ જાહેરાત કરી હતી કે પ્રિવ્યુ ઓફરના હાલના સબ્સ્ક્રાઇબર્સને પેડ પ્લાન્સમાં માઈગ્રેટ કરવામાં આવશે. જોકે, કંપની દ્વારા આમાંના ઘણા સબ્સ્ક્રાઇબર્સનું માઈગ્રેટ કરવાનું બાકી છે. જો કે, હવે નવા ગ્રાહકો પ્રિવ્યુ ઓફરનો લાભ લઈ શકતા નથી. નવા જિયો વપરાશકર્તાઓ 699 રૂપિયા (બ્રોન્ઝ પ્લાન) ના પ્રારંભિક ભાવે જિયો ફાઇબરને અપનાવી શકે છે. તે મફત પ્રિવ્યુ ઓફરની જેમ નથી. પ્રિવ્યુ ઓફરમાં, ગ્રાહકોને રૂ. 2,500 ની એક સમયની સિક્યુરિટી ડિપોઝિટમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવી હતી. આ ઓફર પહેલી વાર જુલાઈમાં વર્ષ 2017 માં જોવા મળી હતી.
ટેલિકોમટેકના અહેવાલ મુજબ નવા જિયો ગ્રાહકો પાસે હવે પ્રિવ્યુ ઓફર્સ અપનાવવાનો વિકલ્પ નથી. આમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે કંપનીએ ઘોષણા કરી દીધી છે કે ભારતમાં જિયો ફાઈબરના વ્યાપારી ઉદ્ઘાટન પછી પ્રિવ્યુ ઓફર ધીમે ધીમે બંધ કરવામાં આવશે. જો કે, હજી સુધી નવા અને હાલના ગ્રાહકો બંનેને ઓપરેટર દ્વારા પ્રિવ્યુ ઓફર આપવામાં આવી રહી હતી.
પ્રિવ્યુ ઓફર હેઠળ, જિયો ગ્રાહકોને 1.1TB (FUP) ડેટા સાથે 100 એમબીપીએસ સ્પીડ પ્રદાન કરી રહી હતી. આ લાભો 699 રૂપિયાની યોજનામાં ઉપલબ્ધ નથી. હાલમાં જિયો પાસે બ્રોંઝ પ્લાન ઉપરાંત રૂ. 849નો સિલ્વર પ્લાન, રૂ. 1,299નો ગોલ્ડ પ્લાન, રૂ .2,499નો ડાયમંડ પ્લાન, 3,999 રૂપિયાનો પ્લેટિનમ પ્લાન અને 8,499 રૂપિયાનો ટિટેનિયમ પ્લાન છે. પ્લેટિનમ અને ટાઇટેનિયમનો પ્લાન લેતા ગ્રાહકોને જિયો ફર્સ્ટ-ડે ફર્સ્ટ-શો મૂવી સર્વિસિસનો લાભ પણ મળશે.