મુંબઈ : દિગ્દર્શક રામ ગોપાલ વર્મા ઘણા લાંબા સમય પછી મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે અને આ વખતે તેઓ માર્શલ આર્ટ્ ફિલ્મથી કમબેક કરી રહ્યા છે. ફિલ્મનું નામ છે ‘એન્ટર ધ ગર્લ ડ્રેગન’, જે એક્શનથી ભરેલી છે. આ ફિલ્મમાં સ્ત્રી મુખ્ય ભૂમિકામાં છે, જે એક્શન સીન કરતી જોવા મળશે. આ માર્શલ આર્ટ ફિલ્મમાં પૂજા ભાલેકર જોરદાર એક્શન કરતી જોવા મળી છે અને તે બ્રુસ લીની ફેન છે.
આ ફિલ્મના ટિઝર અમિતાભ બચ્ચનને પણ પસંદ આવ્યું છે, તેણે તેને તેના ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટીઝર શેર કર્યું છે. આ શેર કરતાં બિગ બીએ લખ્યું છે કે, “રામ ગોપાલ વર્માની નવી ફિલ્મ ‘એન્ટર ધ ગર્લ ડ્રેગન’ ભારતની પહેલી માર્શલ આર્ટ ફિલ્મ છે. તે ભારત અને ચીનના સહ-નિર્માણ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. રામુને શુભકામનાઓ.”
T 3563 – Ram Gopal Varma's .. SARKAAAAR 's .. new film new film ENTER THE GIRL DRAGON India’s first martial arts film …An Indo chinese co production https://t.co/Al7dTiZvXE
as always Ramu my good wishes ..??
— Amitabh Bachchan (@SrBachchan) November 28, 2019