હોલીવુડ એક્ટ્રેસ એમિલિયા ક્લાર્કને જાણીતી વેબસીરીઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’માં ડેનેરિયસ ટાર્ગેનિયનનું પાત્ર ભજવીને ઓળખ મળી છે. સીરીઝમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો પરંતુ સીરીઝમાં તેના ન્યૂડ સીનને લઇને વધુ ચર્ચા થઇ. તેવામાં એક્ટ્રેસે ગેમ ઑફ થ્રોન્સમાં પોતાના પાત્ર અને સીનને લઇને મોટો ખુલાસો કર્યો છે. એમિલિયા ક્લાર્કે એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં ઘણી વાત કરી. ગેમ ઑફ થ્રોન્સની લેખિકા એમ્મા થોમ્પસને પણ કામ કર્યુ છે. એક્ટ્રેસે જણાવ્યું કે, અમે સાથે ખૂબ મસ્તી કરી. અમે ચિક્કાર દારૂ પીધો અને ફક્ત ક્રિસમસ માર્કેટ સીનમાં જ નહી પરંતુ અનેક જગ્યાએ અમે આવું કર્યુ.
એમિલિયા ક્લાર્કે હંમેશા જ ગેમ ઑફ થ્રોન્સમાં આપેલા ન્યૂડ સીન પર વાત કરી છે પરંતુ શું તમે જાણો છો કે એકવાર તેણે ન્યૂડ સીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ દબાણ કરવામાં આવતાં તેણે આ સીન ભજવવો પડ્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું કે તમે ન્યૂડ સીન કરો અથવા ગેમ ઑફ થ્રોન્સના ફેન્સને નિરાશ કર. એમિલિયાએ તેમ પણ જણાવ્યું કે પહેલી સીઝનના સમયે ન્યૂડ સીન કરતી વખતે તે અસહજ થઇ ગઇ હતી. જો કે પછીથી તેણે તે સીન ભજવ્યો હતો.
એમિલિયાએ કહ્યું કે, મને ગેમ ઑફ થ્રોન્સમાં ન્યૂડ સીન કરવાનો કોઇ અપસોસ નથી. લોકો હંમેશા મને ન્યૂડ સીન કરવા પર સવાલ કરે છે પરંતુ મારો જવાબ છે કે હું કંઇ બદલીશ નહી. તમારે તે સીન જોવાનો જ હતો કારણ કે તેને સમજાવી ન શકાય. જણાવી દઇએ કે ગેમ ઑફ થ્રોન્સની આઠમી અને અંતિમ સીઝન એપ્રિલમાં પ્રસારિત કરવામાં આવી હતી. સીઝન આઠને Miguel Sapochnik, ડેવિડ નટર અને ડીબી વેસિસ જેવા શાનદાર ડાયરેક્ટર્સે ડાયરેક્ટ કરી છે. જણાવી દઇએ કે ગેમ ઑફ થ્રોન્સની બીજી સીઝન લોકપ્રિય છે પરંતુ આઠમી સીઝન લોકોને ખાસ પસંદ આવી ન હતી.