ઇરાક : ગૃહ યુદ્ધ અને અભૂતપૂર્વ પ્રદર્શનનો સામનો કરી રહેલા ઇરાકના વડા પ્રધાન અદેલ અબ્દુલ મહદીએ રાજીનામું આપવાની ઘોષણા કરી છે. શનિવારે તેમણે સંસદમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું, ત્યારબાદ વડા પ્રધાને સંસદમાં કાર્યકારી સરકારની ફરજો અંગે ચર્ચા માટે વિશેષ સંસદ બોલાવી હતી. અબ્દુલ મહદીએ 29 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે તેઓ સંસદમાં રાજીનામું સુપરત કરશે, જેથી સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનના જવાબમાં સંસદ નવી સરકારની પસંદગી કરી શકે.
આપને જણાવી દઈએ કે આ વર્ષે ઓક્ટોબરથી ઇરાકની રાજધાની બગદાદ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ઇરાકના અન્ય શહેરોમાં પણ મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. અહીંના લોકો વ્યાપક સુધારા, ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુદ્ધ, નોકરીઓ અને વધુ સારી જાહેર સેવાઓની માંગ માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.