મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર સન્ની લિયોની પોતાના નવા કારનામા સાથે ચર્ચામાં છે. પરંતુ આ વખતે સની લિયોની એક એક્ટરની સાથે નહીં પણ ક્રિકેટર સાથે ડાન્સ કરતી જોવા મળી છે. હા, વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ક્રિકેટર ડ્વેન બ્રાવો સાથે સની લિયોનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં સન્ની લિયોની અને ડ્વેન બ્રાવો મળીને બ્રાવોના પ્રખ્યાત ‘ચેમ્પિયન’ સોંગ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ડીજે બ્રાવો દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જુઓ આ જબરદસ્ત વિડીયો…