નવી દિલ્હી : ડિફેન્ડિંગ ચેમ્પિયન કર્ણાટકએ રોમાંચક ફાઇનલમાં તામિલનાડુને 1 રનથી હરાવી સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો. કર્ણાટકના કેપ્ટ્ન મનીષ પાંડેની નોટ આઉટ અર્ધશતક અને ઓફ સ્પિનર કૃષ્ણપ્પા ગૌતમના છેલ્લા ચાર બોલમાં શાનદાર છેલ્લા દાવમાં આ ખિતાબ હાંસલ કર્યો હતો.
તામિલનાડુ પાસે 181 રનનો લક્ષ્યાંક હતો, પરંતુ તેમની ટીમ છ વિકેટે 179 રન બનાવી શકી હતી. તેના માટે વિજય શંકરે 44 અને બાબા અપારાજીતે 40 રન બનાવ્યા. પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ કર્ણાટકે 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન મનીષ પાંડેએ 45 દડામાં 60 રન બનાવ્યા, જ્યારે રોહન કદમે 35 અને દેવદત્ત પદિકલે 32 રનનું યોગદાન આપ્યું હતું.
તામિલનાડુ તરફથી રવિચંદ્રન અશ્વિન અને મુરુગન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી. કર્ણાટકે અગાઉ વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં તામિલનાડુને હરાવીને ટાઇટલ જીત્યું હતું.