હૈદરાબાદના સુંદર રમૈયા નામના એક વ્યક્તિએ પાણીથી ચાલતા એન્જિનની શોધ કરી છે, જેનાથી બધા જ પ્રકારનાં વાહનો રસ્તાઓ પર દોડાવી શકાય છે, રમૈયાનો દાવો છે કે, આ અન્જિનથી કોઇપણ પ્રકારના વાહનને રસ્તા પર 30 કિમી સુધી દોડાવી શકાય છે. એન્જીનિયર સુંદર રમૈયા જણાવે છે કે, વૉટર ફ્યૂલ ટેક્નોલૉજીથી એન્જિન ધુમાડાની જગ્યાએ ઑક્સિજન છોડશે, જેના કારણે ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા સંપૂર્ણ રીતે હલ થઈ જશે. તેનાથી પર્યાવરણમાં કોઇપણ પ્રકારનું પ્રદૂષણ નહીં થય. વાહનની લાઇફ પણ વધી જશે.
તેમણે મંગળવારે મીડિયાને વાત કરતી વખતે એમ પણ કહ્યું કે, આ એન્જિનનો પ્રયોગ બસ અને ટ્રક જેવાં મોટાં વાહનો ચલાવવા માટે પણ થઈ શકે છે.રમૈયાનો દાવો છે કે, પાણીથી ચાલતું એન્જિન વાહનમાં લગાવ્યા બાદ એક લિટર પાણીથી 30 કીમી સુધીનું અંતર કાપી શકાય છે. આ સિવાય દેશનાં અલગ-અલગ રાજ્યોમાં તેનો ઉપયોગ મોતા સ્તરે કરવાથી વાહનોથી થતા પ્રદૂષણને પણ અટકાવી શકાય છે.