નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસીનો નંબર વન ટેસ્ટ બેટ્સમેનનું સ્થાન ગુમાવી દીધું હતું, હવે તેને ફરી પ્રાપ્ત કર્યું છે. પાકિસ્તાન સામે શ્રેણીમાં નિષ્ફળતા બાદ હવે સ્ટીવ સ્મિથ બીજા નંબરે આવ્યો છે. આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં, વિરાટ કોહલી 928 ના રેટિંગ સાથે નંબર -1 પર છે. ઔસ્ટ્રેલિયન સ્મિથ સ્ટીવ સ્મિથ 923 ના રેટિંગ સાથે બીજા સ્થાને આવી ગયો છે.
વિરાટે આ રીતે ગુમાવ્યો હતો નંબર -1 નો તાજ
3 સપ્ટેમ્બર 2019 ના રોજ જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં સ્ટીવ સ્મિથે વિરાટ કોહલી પાસેથી નંબર -1 પોઝિશન મેળવ્યું હતું. વિરાટ સતત 13 મહિના સુધી પ્રથમ નંબરે રહ્યો.
હકીકતમાં, વેસ્ટ ઇન્ડીઝ સામે જમૈકા ટેસ્ટ (30 ઓગસ્ટ – 2 સપ્ટેમ્બર 2019) ની બીજી ઇનિંગમાં પ્રથમ બોલ પર આઉટ થયેલા વિરાટ કોહલીને તેનું પરિણામ ટેસ્ટ રેન્કિંગમાં સહન કરવું પડ્યું હતું.
ત્યારબાદ સ્મિથે 904 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે વિરાટ કોહલી 903 પોઇન્ટ સાથે બીજા સ્થાને ગયો હતો અને સ્મિથ ઓગસ્ટ 2018 પછી પ્રથમ સ્થાન પર પાછો ફર્યો હતો.
Virat Kohli back to No.1!
David Warner, Marnus Labuschagne and Joe Root make significant gains in the latest @MRFWorldwide ICC Test Rankings for batting.
Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/AXBx6UIQkL
— ICC (@ICC) December 4, 2019