ભારતીય પરંપરા પ્રમાણે લગ્નમાં હળદરના શુકનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. લગ્નમાં વર અને કન્યા બંનેને હળદરની રસમ(વિવિધ પીળા દ્વવ્યોથી બનેલું ઉબટન જેને પીથી કહે છે) નિભાવવી પડતી હોય છે. આ રસમ સાથે જોડાયેલી પોત-પોતાની પદ્ધતિઓ અને માન્યતાઓ હોય છે. એવી માન્યતા છે કે હળદર લગાવ્યા પછી વર અને કન્યાને ઘરથી બહાર નિકળવાનું નથી હોતું. આ બધાની પાછળ ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે.
પરંપરાનો વૈજ્ઞાનિક પહેલૂ
પ્રાચીન સમયમાં પાર્લર કે કોઈપણ પ્રકારે બ્યૂટી પ્રોડક્ટ ન હતા, એટલા માટે પ્રાકૃતિક વસ્તુઓથી ચહેરાની સુંદરતાને વધારવામાં આવતી હતી. સંશોધકોનું માનવું છે કે હળદરથી સ્કિન સાફ, સુંદર અને ચમકદાર બને છે. વર-કન્યાને હળદર એટલા માટે લગાવવામાં આવે છે, કારણ કે આ એક પ્રાકૃતિક એન્ટી-બાયોટિક હોય છે અને શરીરમાં ક્યાય પણ ઘાવ કે બળ્યાનું નિશાન હોય તો તે ત્વચા પર ન રહે. હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ હોવાને લીધે માથાનો દુઃખાવો અને ડિપ્રેશન ઓછું થાય છે. એટલા માટે લગ્નનું ટેન્શન દૂર કરવા માટે હલ્દી- હળદરની રસમ ખૂબ જ જરૂરી છે. હળદર લગાવ્યા પછી ઘરમાંથી બહાર ન નિકળવા પાછળ પણ વૈજ્ઞાનિક પક્ષ છે, એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે હળદર લગાવ્યા પછી સીધા તકડામાં આવ્યા પછી ત્વચા કાળી પડી જાય છે.