નવી દિલ્હી : શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામે હૈદરાબાદમાં શરૂ થનારી ત્રણ મેચની ટી -20 શ્રેણી દરમિયાન ભારતીય ટીમ આગામી વર્ષના ટી -20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓને અજમાવવાનું ચાલુ રાખશે. આ શ્રેણીમાં લોકેશ રાહુલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન બનાવવાનું લક્ષ્ય રાખશે. ટી -20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ટીમ ઈન્ડિયા ટી 20 વર્લ્ડ કપની તૈયારીઓમાં વ્યસ્ત
ટી -20 વર્લ્ડ કપની તૈયારીઓમાં ઘણા ખેલાડીઓને તેમની જગ્યાની ખાતરી નથી અને તેઓ વેસ્ટ ઇન્ડીઝ સામેના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે. આમાંનું એક નામ રાહુલ છે. ઇજાગ્રસ્ત ઓપનર શિખર ધવનની ગેરહાજરીમાં, આ શ્રેણી તેને રોહિત શર્માના ભાગીદાર તરીકે પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવાની ઘણી સારી તક આપશે.
ટી 20 માં રાહુલનો સારો રેકોર્ડ છે. તેણે 31 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 42.34 ની સરેરાશથી 974 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 110 રહ્યો છે, તેણે આઈપીએલમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.