મુંબઇ: પ્લેબેક સિંગર અરમાન મલિક કહે છે કે, તેમને શાળાના દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. અરમાને કહ્યું, “મારા પર શાળામાં ખૂબ જ દાદાગીરી કરવામાં આવતી હતી જેના કારણે હું બધી મુશ્કેલીઓમાંથી પસાર થયો છું. ઘણા લોકોને આ વિશે ખબર નથી, પરંતુ હવે હું મારી પ્રવૃત્તિઓથી લોકોને બતાવવા માંગુ છું કે અરમાન મલિકનો એક ભાગ એવો પણ છે કે જે ખૂબ જ માનવીય છે, જે દરેકની ખૂબ જ નજીક છે હું પણ એક સામાન્ય બાળકની જેમ છું.
તેમણે વધુમાં કહ્યું કે, સાતમા અને આઠમા ધોરણમાં મારા પર ખૂબ જ દાદાગીરી કરવામાં આવી હતી અને આથી હું મારા જીવનથી ખૂબ ડર અનુભવતો હતો. આજે પણ મારો કોઈ નિકટનો મિત્ર નથી અને આ મારાથી શાળામાં ખરાબ વર્તનને કારણે છે કારણ કે શાળામાં મને ત્રાસ આપનારા ઘણા મારા મિત્રો હતા અને મેં એક રીતે તેમનાથી અંતર રાખ્યું અને મારું ધ્યાન સંગીત પર કેન્દ્રિત કર્યું, જેણે મને આગળ વધવાની આશાઓ ઉભી કરી.” અરમાને ‘ટોકિંગ મ્યુઝિક’ની ત્રીજી સીઝન દરમિયાન આ બાબતો શેર કરી.