મુંબઈ : અક્ષય કુમાર બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને ઉચ્ચ કમાણી કરનારો અભિનેતા છે. તેણે અત્યાર સુધીની કારકિર્દીમાં વચ્ચે હોલિડે, બેબી, રુસ્તમ, મિશન મંગલ ફિલ્મ્સ જેવી ઘણી દેશભક્તિની ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય કુમાર અવારનવાર ફિલ્મ્સના સમાચારમાં રહે છે. થોડા સમય પહેલા અક્ષય કુમારની કેનેડિયન નાગરિકત્વ હોવાના કારણે તેની ટીકા થઈ હતી. આ બાબતે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે અને લોકો ઘણી વાર તેમના વિશે વાતો કરે છે.
અક્ષયે તાજેદારમાં આ વિવાદ વિશે ખુલીને વાત કરી હતી. અક્ષયને એક ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, જ્યારે તે દેશભક્તિ અને ભારતીય સશસ્ત્ર દળોની વાત કરે છે ત્યારે ઘણા લોકો તેમને એમ કહીને નિશાન બનાવે છે કે તેની પાસે ભારતીય પાસપોર્ટ નથી અથવા તો તે મત નથી આપતો. અક્ષયને આ સ્થિતિમાં કેવું લાગે છે?
અક્ષય કુમારે એ પણ ખુલાસો કર્યો કે તેણે ભારતીય પાસપોર્ટ બનાવવા માટે અરજી કરી છે. તેણે કહ્યું, ‘મેં ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી છે. હું ભારતીય છું અને મને દુઃખ થાય છે કે મને હંમેશાં આ સાબિત કરવા માટે કહેવામાં આવે છે. મારી પત્ની, મારા બાળકો બધા ભારતીય છે. હું અહીં ટેક્સ ભરું છું અને આ મારું જીવન છે.