વેડ રોડ સ્થિત અમૃત પેલેસ નામના કોમ્પ્લેક્ષમાંથી મકાન દલાલ, રત્નકલાકાર સહિત 12 જણાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી રોકડ, મોબાઇલ ફોન મળી કુલ રૂા. 4.08 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે જુગારધામ ચલાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.ચોકબજાર પોલીસે બાતમીના આધારે વેડ રોડ સ્થિત બાપા સીતારામ સોસાયટીમાં આવેલા અમૃત પેલેસ કોમ્પ્લેક્ષની દુકાન નંબર 2 માં ગત રાત્રે નવ વાગ્યાના અરસામમાં દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા મકાન દલાલ તેજસ વંસતભાઈ કદમ (રહે. ગજરાબા નગર, ડભોલી લેક ગાર્ડનની સામે) , પલમ્બરનું કામ કરતા સુનનીલ ઉર્ફે ટીટોમહેન્દ્ર ભારતી (રહે. ઉગત આવાસ, બોટનીકલ ગાર્ડન પાસે), રત્નકલાકાર સંતોષ તુલસીરામ આવઘડે (રહે. શિવદર્શન એપાર્ટમેન્ટ, બહુચર નગર, વેડરોડ), સાઇન બોર્ડ બનાવવાનું કામ કરતા ભાવેશ પ્રતાપભાઈ સીંગોડાવાળા અને પિયુષ અરવિંદ ઢીમ્મર (રહે. સૈયદપુરા માછીવાડ, અસારવાલા હોસ્પિટલની સામે), હનુમાન વિઠ્ઠલ જમાદાર (રહે. એસ.એમ.સી. આવાસ અડાજણ), રત્નકલાકાર વિશાલ હરેશ ટાંક (રહે. વિરામનગર, અખંડ આનંદ કોલેજની બાજુમાં વેડરોડ), ગીરીષ વાલજી રાઠોડ (રહે. સહજાનંદ સોસાયટી, સિંગણપોર), કમલેશ પ્રવિણ કોળી (રહે. પાર્થ સોસાયટી ગુ.હા.બોર્ડ, સાયણ-અમરોલી રોડ), મેહુલ ચંદ્રકાંત ઢીમ્મર (રહે. નિરમા એપાર્ટમેન્ટ, ખાડી શેરી, સૈયદપુરા), કૃણાલ દિપક પટેલ (રહે. શિવાંગીની એન્કલેવ, રાયન ઈન્ટરનેશનલ સ્કુલની પાછળ, પીપલોદ) અને ધર્મેશ રવિચંદ્ર રાણા (રહે. કુંભાર શેરી, ગલેમંડી, દિલ્હી ગેટ) ને રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતના અને અંગ જડતીના મળી રોકડા રૂા. 80 હજાર, 11 નંગ મોબાઇલ ફોન રૂા. 1.18 લાખ, 7 નંગ મોટરસાઇકલ કિંમત રૂા. 2.10 લાખ મળી કુલ રૂા.4.08 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે જુગારધામ ચલાવનાર રાજુ મૈસુરીયા (રહે. નંદનવન સોસાયટી, ક્રોઝવે રોડ, સીંગણપોર) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.