પ્રખ્યાત લક્ઝરી કાર ઉત્પાદક જેગુઆરે ભારતીય બજારમાં પોતાની નવી સેડાન જેગુઆર એકસઈને લોન્ચ કરી છે. આવો જાણીએ Jaguar XEની સુવિધાઓ અને વિશિષ્ટતાઓ કેવી છે. જેમાં પ્રથમ એ જાણીએ કે તેની કિંમત કેટલી છે. Jaguar XEની શરૂઆતી કિંમત 44.98 લાખ રૂપિયા છે. કારને બે એન્જીન ઓપ્શન અને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે કાર કુલ ચાર વર્જનમાં રજૂ કરવામાં આવશે. જેગુઆર એક્સઇની ઇવેન્ટ મુંબઇમાં યોજાઇ હતી. ભારતમાં કારનો મુકાબલો 3 સીરીઝ BMW, મર્સિડીઝ બેંઝ સી-ક્લાસ અને ઓડી A4 ની સાથે છે.
2020 જેગુઆર એક્સઇમાં હનીકોમ્બ સાથે બ્લેક્ડ આઉટ ગ્રિલ્સ આપવામાં આવ્યા છે. ફેસલિફ્ટ મોડલમાં રિવાઇઝ્ડ ફ્રન્ટ અને રિયર બંપર્સ, ડ્યૂલ એગ્સોસ્ટ અને એલોય વીલ્ઝ આપવામાં આવ્યા છે, જે કારને સ્પોર્ટી લુક આપે છે. આ 5 સીટર કારમાં ડ્યૂલ ટોન કેબિન છે. જેની સાથે પેરાનોમિક સનરૂફ અને થ્રી-સ્પોક મલ્ટિફંક્શનલ સ્ટિયરિંગ વીલ આપવામાં આવ્યા છે.
કારમાં 2.0 લીટર ફોર સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન આપવામાં આવશે. જે 250 બીએચપી પાવર અને 365 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. તો બીજી તરફ ફોર સિલિન્ડર ડીઝલ એન્જીનમાં રજૂ કરવામાં આવી. આ 180 એચપીનો પાવર અને 430 ન્યૂટન ટોર્ક જનરેટ કરશે. જોકે કારનું ડેશબોર્ડ પહેલાં જેવું જ જોવા મળી રહ્યું છે. જેગુઆર એક્સઇ ફેસલિફ્ટમાં પહેલાના મુકાબલે વધુ ટેક (ફીચર) આપવામાં આવ્યા છે. આ કારમાં એક ફૂલ ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર, એક મોટી ટચ સ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ માટે, ક્લાઇમેટ કંટ્રોલ માટે અલગ ટચ સ્ક્રીન આપવામાં આવી છે.