ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ફરી એકવાર તેના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા અલર્ટ જાહેર કર્યું છે. SBIએ ટ્વીટ દ્વારા તેના ગ્રાહકોને ચાર્જિંગ સ્ટેશનો પર મોબાઈલ ચાર્જ કરતી વખતે સાવચેત રહેવાનું કહ્યું છે. SBIએ કહ્યું કે, ચાર્જિંગ સ્ટેશનો પર ફોન પ્લગ કરવાથી માલવેર ફોનમાં આવી શકે છે અને હેકર્સ તમારા પાસવર્ડ્સ અને ડેટા ચોરી શકે છે, જેના કારણે તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.
USB ચાર્જર ભારે નુકસાન કરાવી શકે છે
SBIએ આગળ કહ્યું કે, ચાર્જિંગ સ્ટેશનો પર રહેલાં USB ચાર્જરનો ઉપયોગ ન કરો. તેનાથી તમારો ડેટા ચોરી થઈ શકે છે, જે તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે. આ પ્રકારના સાઇબર
અટેકને ‘જયૂસ જેકિંગ’ કહેવામાં આવે છે
જ્યૂસ જેકિંગથી બચવા માટે બેંકે કહ્યું કે, ચાર્જિંગ સ્ટેશન પર ફક્ત ઇલેક્ટ્રિકલ આઉટલેટ એટલે કે ઇલેક્ટ્રિકલ સોકેટથી ફોનને ડાયરેક્ટ ચાર્જ કરો. આ માટે તમારા ચાર્જિંગ કેબલનો જ ઉપયોગ કરો. જો તમે પોર્ટેબલ બેટરી/પાવર બેંકનો ઉપયોગ કરી રહ્યા હો તો તેને સારી બ્રાંડ અને યોગ્ય વેન્ડર પાસીથી જ ખરીદો.