ભારતીય મૂળનાં અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલે અમેરિકી સંસદમાં જમ્મુ-કાશ્મીર પર એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ભારતમાં કાશ્મીરમાં સંચાર માધ્યમો પર લગાવવામાં આવેલ પ્રતિબંધોને જલ્દીથી હટાવવા અને તમામ રહેવાસીઓની ધાર્મિક સ્વતંત્રતા સંરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે. જયપાલના આ પગલાંનો અમેરિકામાં રહેતાં ભારતીય સમુદાયે ભારે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે ભારત વારંવાર એ વાત સ્પષ્ટ કરી ચૂક્યું ચે કે, કાશ્મીર તેનો આંતરિક મામલો છે. અને અન્ય કોઈ ત્રીજા પક્ષે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.
અમેરિકામાં ભારતનાં રાજદૂત હર્ષ વર્ધન શ્રૃંગલા અને અન્ય અધિકારીઓએ પણ જયપાલને મળીને કાશ્મીરની સ્થિતિ અને ભારત પક્ષ અંગે સમજાવ્યા હતા. પણ તેમના પર કોઈ અસર પડી ન હતી. ભારતનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો પરત લેવાનો નિર્ણય સંપ્રભુ છે અને તે પોતાના આંતરિક મામલામાં કોઈપણ હસ્તક્ષેપ સહન કરવામાં નહીં આવે.