રશિયામાં જળવાયુ પરિવર્તનની અસરને કારણે બર્ફિલા પહાડોમાં રહેતા ધ્રુવીય રીંછો ગામમાં ઘુસી આવ્યા છે. મોસ્કોમાં બરફથી ઢંકાયેલા ચૂકોટકા ગામમાં 56 ધ્રુવીય રીંછો ઘર કરીને બેઠા છે. શિકારી રીંછોના ડરને કારણે ગામના 7,000 હજાર લોકો ઘરમાં કેદ થયા છે. બાળકો પણ સ્કૂલ જવાનું ટાળીને ઘરમાં પૂરાઈ ગયા છે. ચૂકોટકા ગામના લોકો બીજી વખત આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રીંછોના આંતકને કારણે સ્થાનિક પ્રસાશન દ્વારા તેમનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. રશિયામાં આ રીંછોને ગોળી મારવી ગેરકાયદેસર છે. જળવાયુ પરિવર્તનને લીધે બરફ ઓગળી જવાથી આ રીંછ બર્ફિલા ગામોને પોતાનું ઘર બનાવે છે. ધ્રુવીય રીંછનું વજન 600 કિલો હોય છે. તેઓ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેથી તેમના ડરે ગામના લોકો ઘરોમાં સંતાઈને રહેવા માટે મજબૂર બન્યા છે.
ગ્લોબલ વોર્મિંગ
સાયન્સ એડવાન્સ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ મુજબ 100 વર્ષમાં પૃથ્વીનું કુલ તાપમાન જેટલું વધ્યું છે, તેટલું તાપમાન આર્કટિકમાં ગત 10 વર્ષમાં વધી ગયું છે. છેલ્લાં 10 વર્ષોમાં આર્કટિકનું તાપમાન 0.75° ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે.