ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડના વ્હાઇટ આઇલેન્ડ જ્વાળામુખીમાં સોમવારે અચાનક વિસ્ફોટ થયો હતો. આ સમય દરમિયાન જ્વાળામુખીની આજુબાજુ 100 જેટલા લોકો હાજર હતા. તેમનુ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક મેયરનું કહેવું છે કે, સ્થાનિક સમય અનુસાર બપોરે 2.10 વાગ્યે આ ઘટના બની હતી. જ્યારે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ શકે છે. હાલમાં, ઇમરજન્સી સેવાઓ શરૂ થઈ ગઈ છે.
ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસીંડા અર્ડેર્ને કહ્યું, ‘જ્વાળામુખી ટાપુ – જેને વકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં એકાએક વિસ્ફોટ થયો. આ દરમિયાન ઘણા પ્રવાસીઓ હાજર હતા. જોકે, તેમણે પ્રવાસીઓની સંખ્યા વિશે કોઈ માહિતી આપી ન હતી. તેમનું કહેવું છે કે, 100 જેટલા પ્રવાસીઓ હાજર રહી શકે છે. સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સએ કહ્યું કે ત્યાં 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અત્યારે તબીબી ટીમો ત્યાં પહોંચી રહી છે.
Multiple injured, several 'unaccounted for' after eruption of #WhiteIsland volcano in #NewZealand pic.twitter.com/hjcGCXtc7W
— Ruptly (@Ruptly) December 9, 2019
આ સમયે ઘણા કેમેરા જ્વાળામુખી સાઇટથી જીવંત પ્રસારણ કરી રહ્યાં છે. આ કેમેરા બતાવે છે કે સ્થાનિક સમય અનુસાર બપોરે 2.10 વાગ્યે છથી વધુ લોકો જ્વાળામુખીની સાઇટ પર ચાલતા હતા અને થોડી વાર પછી જ્વાળામુખી ફાટ્યા બાદ તસવીરો કાળી પડી ગઈ હતી. સ્થાનિક મેયરે કહ્યું કે, આ ઘટનામાં તેને ઈજાઓ પહોંચી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જ્વાળામુખીમાંથી સફેદ ધુમાડાના ગોટા નીકળતા નજરે પડે છે.