બોલીવૂડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટે એક નિવેદન આપતા જણાવ્યું કે તે પોતાની જાતના જ પ્રતિ સ્પર્ધી છે. તે ફિલ્મ સ્ટાર તેમજ શાહરુખ કે સલમાન સાથે કોઈ પણ જાતની સ્પર્ધાનું વિચારતા નથી. અને તે પોતાના સાથીદારોના કામથી આત્માવિશ્વાસ નો અનુભવ કરે છે.
તેમને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હું માત્ર મારી જાત સાથે પ્રતિસ્પર્ધા કરું છુ. નાતો હું સલમાન, શાહરુખ કે અક્ષય સાથે સ્પર્ધા કરું છુ અને તેમના સારા કામ થી હું આત્મવિશ્વાસ નો અનુભવ કરું છુ.
યોજાયેલી વિડિઓ કોન્ફ્રન્સ માં પીકે ફિલ્મના કાસ્ટીંગ કલાકારો એ પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં તેમને દંગલ ની સફળતાની વાતો કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દંગલ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સૌથી મોખરે રહી છે.
અત્યાર સુધીમાં દંગલ ભારતમાં 350 કરોડ સુધીની કમાણી કરી છે. ત્યારે આમિર ખાને જણવ્યું હતું કે હું આશ્ચર્ય ચકિત છુ કે લોકો એ દંગલ આટલી પસંદ કરી છે. અને આ પ્રકારનો પ્રતિસાદ મળવો એ દુર્લભ છે.
આમિરને જયારે અન્ય ફિલ્મ કલાકારોની મનગમતી મૂવી વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમને શાહરુખ ખાનને યાદ કર્યા હતા. સાથે તેમને જણાવ્યું હતું કે હું શાહરુખ ખાનની ઘણી ફિલ્મોને પસંદ કરું છુ અને ખાસ કરીને તેમની ‘ ચક દે ઇન્ડિયા ‘, ‘ સ્વદેશ ‘, ‘ કુછ કુછ હોતા હૈ ‘ અને ‘ DDLJ ‘ ખુબજ પસંદ છે.