મુંબઈ : સિંગર અરિજિત સિંઘના મોસ્ટ અવેઇટેડ મ્યુઝિક સિંગલ ‘રાંઝણા’ને આજે તેના અવાજના જાદુ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં હિના ખાન અને પ્રિયાંક શર્માની જોડીને લોકોએ એટલું પસંદ કર્યું છે કે, આ ગીત રિલીઝ થયાના થોડા કલાકોમાં જ 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.
આ ગીતનો વીડિયો ખૂબ જ ખાસ છે. ગીતનો વીડિયો પંજાબના એક ગામની વાર્તા પર આધારિત છે. જ્યાં હિના ખાન અને પ્રિયાંક શર્માની પુનર્જન્મ લવ સ્ટોરી બતાવવામાં આવી છે. ગીતમાં હિના ખાનનો મોર્ડન લુક દેખાઈ રહ્યો છે, સાથે જ પંજાબી તોફાની યુવતી અને પંજાબી વહુનો લુક પણ જબરદસ્ત છે. પ્રિયાંક શર્મા સાથે તે દરેક લુકમાં જોવા મળે છે. જુઓ આ વિડીયો…