પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ વિમાનથી કાનપુરના ચકેરી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમના મંત્રીમંડળના સહયોગીઓ તથા કેન્દ્રીય પ્રધાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગંગા પરિષદની પહેલી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ ઉપરાંત અનેક અધિકારી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ ભાગ લઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ બન્ને મુખ્યમંત્રીએ બેઠકમાં ભાગ લેવા સૂચના મોકલી આપી નથી.
મોદી કાનપુરમાં 4 કલાક રહેશે
મોદીનું વિમાન સવારે ચકેરી હવાઈ મથક પર ઉતરશે. જ્યાંથી તેઓ હેલિકોપ્ટરથી ચંદ્રશેખર આઝાદ કૃષિ યુનિવર્સિટી પહોંચી જશો. અહીં રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠક યોજાશે. બેઠક બાદ મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ગંગાના અટલ ઘાટ જશે. અહીંથી તેઓ જાજમઉ સુધી ગંગા નદીમાં બોટીંગ કરી નામામી ગંગે પરિયોજનાની અસરનું નિરીક્ષણ કરશે. આ માટે પ્રયાગરાજથી ડબલ ડેકર મોટર બોટ મંગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી કાનપુરમાં આશરે ચાર કલાક રોકાશે.
ગંગા સૌથી વધારે કાનપુરમાં પ્રદૂષિત
2071 કિમી ભૌગોલિક વિસ્તારમાં વહેતી ગંગા નદી કાનપુરમાં વહેતો ભાગ સૌથી વધારે પ્રદૂષિત થતી હોવાનું માનવામાં આવે છે. કાનપુરમાં યોજાનારી આ બેઠકથી સરકાર એવો સંદેશ આપવા માગે છે કે નમામિ ગંગે પરિયોજના પ્રત્યે તે ગંભીર છે. ગંગા અને તેની સહાયક નદીઓને સ્વચ્છ બનાવવી તે ભાજપના એજન્ડામાં સામેલ છે. પ્રધાનમંત્રી અહીં નમામિ ગંગા પરિયોજનાને લઈ કેટલીક જાહેરાતો કરી શકે છે.
28 કરોડની પડતરથી સીસામઉ નાળાની સફાઈ કરવામાં આવી
કાનપુરમાં 128 વર્ષ જૂના સીસામઉ નાળુ એશિયામાં સૌથી મોટું છે. અંગ્રેજોએ શહેરના દૂષિત પાણીના નિકાલ માટે તેનું નિર્માણ કર્યું હતું. આશરે 40 વિસ્તારોમાંથી સીસામઉ નાળુ દરરોજ 14 કરોડ લીટર પ્રદૂષિત પાણી ગંગામાં છોડતુ હતું. હવે નામામિ ગંગે પરિયોજના અંતર્ગત 28 કરોડ રૂપિયાના ખર્ચથી તેની સફાઈ કરવામાં આવી છે. તેને ડાયવર્ટ કરી વાજીદપુર અને બિનગવાં ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તબદિલ કરવામાં આવ્યું છે.
શું છે નમામિ ગંગે પ્રોજેક્ટ?
ગંગા અને તેની સહાયક નદીઓમાં પ્રદૂષણ અટકાવવા અને તેને પુનર્જીવિત કરવા માટે વર્ષ 2014માં કેન્દ્ર સરકારે નામામિ ગંગે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પરિયોજનાની જવાબદારી કેન્દ્રીય જળ સંશાધન મંત્રાલય, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પને આપવામાં આવી છે. પરિયોજનાની અવધિ 18 વર્ષ છે. સરકારે વર્ષ 2019-2020 સુધી નદીની સફાઈ પાછળ રૂપિયા 20 હજાર કરોડનું બજેટ નક્કી કર્યું છે.