Vastu tips: પંચમુખી હનુમાનજીનો ફોટો અને વાસ્તુ શાંતિ

Roshani Thakkar
2 Min Read

Vastu tips: ઘરમાં પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવાની સાચી રીત

Vastu tips:ઘરમાં કેટલાક ચિત્રો લગાવવા શુભ માનવામાં આવે છે. જો તમે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખી યોગ્ય દિશામાં તે ફોટો મૂકો તો તે તમારા માટે સુખ-સમૃદ્ધિ લાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે હનુમાનજીનો કયા પ્રકારનો ફોટો ઘરમાં લગાવવાથી વાસ્તુદોષમાં રાહત મળે છે. ચાલો, આ વિષયમાં વિગતવાર જાણીએ.

Vastu tips: એ માન્યતા છે કે ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન થવાથી વ્યક્તિના પરિવારમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ જળવાય છે. મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં દેવી-દેવતાઓના ફોટો લગાવે છે. વાસ્તુની દ્રષ્ટિએ આ રીતે કરવું ખૂબ શુભ ગણાય છે. જો તમે વાસ્તુના નિયમોનું કડક પાલન કરીને આ ફોટો લગાવશો, તો તે તમારા માટે અનેક લાભદાયક સાબિત થશે.

ક્યાં લગાવવો હનુમાનજીનો ફોટો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર હનુમાનજીનો પંચમુખી ફોટો ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ખૂણો સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક છે. જો તમે આ દિશામાં હનુમાનજીનો પંચમુખી ફોટો લગાવશો, તો તમને વાસ્તુદોષમાંથી રાહત મળશે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધશે.

Vastu tips

આ ફોટા માનવામાં આવે છે અત્યંત શુભ

વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરમાં ભગવાન ગણેશ, લક્ષ્મી, સરસ્વતી અને અન્ય દેવી-દેવતાઓના ફોટા મૂકવાથી પણ સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને દેવી-દેવતાઓના ફોટા મૂકવા શુભ માનવામાં આવે છે. આ સાથે, પૂજા સ્થાન પર દેવી-દેવતાઓના ફોટા હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ.

આ ભૂલ ક્યારેય ન કરો

ઘરમાં ક્યારેય તૂટેલી કે ખંડિત ફોટોગ્રાફ્સ રાખવા ન જોઈએ. આવું કરવાથી ઘરમાં વાસ્તુ દોષ વધવા લાગે છે. આ ફોટોગ્રાફ્સને માનપૂર્વક વિસર્જિત કરવા જોઈએ અને ભગવાન પાસે ક્ષમાયાચના કરવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર મુજબ દેવી-દેવતાઓના ફોટાને ક્યારેય શયનકક્ષ (બેડરૂમ)માં કે પછી બાથરૂમની નજીક નહીં રાખવા જોઈએ, નહીતર તેના અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે.

Vastu tips

TAGGED:
Share This Article