જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ફરી એક વખત પોતાનો રોષ ઠાલવ્યો છે. પ્રશાંત કિશોરે આ વખતે એનઆરસી પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરી એનઆરસીને નાગરિકતાની નોટબંધી ગણાવી છે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરતા લખ્યું કે રાષ્ટ્રવ્યાપી એનઆરસીનો આઈડીયા નાગરિકતાની નોટબંધીની જેમ છે. જે ત્યાં સુધી અમાન્ય છે જ્યાં સુધી તમે તેને સાબિત ન કરી શકો. અમે અમારા અનુભવથી જાણીએ છીએ કે આનાથી પ્રભાવિત ગરીબ અને હાશિયામાં રહેનારા લોકો હશે.આ પહેલાં પ્રશાંત કિશોરે નાગરિકતા બિલને સરકારના હાથોમાં એક ઘાત હથિયાર ગણાવ્યું હતું. તેઓએ ટ્વીટર લખ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદો નાગરિકતા આપવા માટે છે તે કોઈની નાગરિકતા નહીં ઝુંટવે પરંતુ સત્ય એ છે કે આ એનઆરસી સાથે મળીને ધર્મના આધારે લોકો સાથે ભેદભાવ કરવા અને ત્યાં સુધીકે તેમના વિરૂદ્ધ કેસ ચલાવવા માટે સરકારના હાથોમાં એક ઘાત હથિયાર આપશે.
નાગરિકતા કાયદા પર પાર્ટી લાઈનથી હટીને ખુલ્લેઆમ વિરોધ દાખવી ચુકેલા જેડીયૂના ઉપાયક્ષ પ્રશાંત કિશોરે શનિવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી, ત્યારે તેઓએ પાર્ટીના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની પણ ભલામણ કરી હતી. જો કે નીતિશ કુમારે તેમની અરજીને ફગાવી દીધી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રશાંત કિશોરે એક વખત નહીં પરંતુ ત્રણ વખત રાજીનામાની રજૂઆત કરી હતી.