નવી દિલ્હી : ભારતમાં નાગરિકત્વ કાયદા અને એનઆરસી સામેના વિરોધ વચ્ચે બાંગ્લાદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એકે અબ્દુલ મોમિને ગેરકાયદેસર રીતે ભારતમાં વસતા બાંગ્લાદેશી નાગરિકોની સૂચિ તેમને સોંપવાની વિનંતી ભારતને કરી છે. બાંગ્લાદેશે કહ્યું કે, તે આવા લોકોને પોતાના દેશમાં રાખશે.
બાંગ્લાદેશે તેના નાગરિકોની સૂચિ માંગી છે
બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એકે અબ્દુલ મોમિને કહ્યું કે, ઢાકાએ ભારતને અપીલ કરી છે કે તે ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓની સૂચિને સોંપે, જો ભારતમાં આવા બાંગ્લાદેશી નાગરિક હોય તો તે તેને બાંગ્લાદેશ પાછા લેવા તૈયાર છે. અબ્દુલ મોમિનએ કહ્યું, “અમે તેમને અહીં આવવા માટે પરવાનગી આપીશું, કારણ કે નાગરિક હોવાને કારણે તેઓને તેમના દેશમાં આવવાનો અધિકાર છે.”
‘બંને દેશોના સંબંધો સામાન્ય છે’
એક કે અબ્દુલ મોમિને ભારત-બાંગ્લાદેશ સંબંધો વિશે કહ્યું હતું કે, તેમાં કોઈ તણાવ નથી. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ સૌહાર્દપૂર્ણ છે અને હાલના વિકાસની તેને અસર થશે નહીં. તેમણે કહ્યું કે, ભારતે તેમને દિલાસો આપ્યો છે કે એનઆરસી ભારતની આંતરિક પ્રક્રિયા છે અને બાંગ્લાદેશ સાથેના સંબંધો પર તેની કોઈ અસર નહીં થાય.