સીબીએસઈ દ્વારા ધો.10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો છે.જે મુજબ મુખ્ય વિષયોની પરીક્ષા 26મી ફેબુ્રઆરીથી શરૂ થનાર છે. ગત વર્ષ કરતા આ વર્ષે થોડા દિવસ વહેલી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા અગાઉ ધો.10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ હતી અને જે મુજબ 15 ફેબુ્રઆરીથી ગૌણ વિષયોની પરીક્ષા શરૂ થનાર હતી.છેલ્લા બે વર્ષથી સીબીએસઈ દ્વારા ગૌણ વિષયોની પરીક્ષા પહેલા જ એટલે કે ફેબુ્રઆરીમાં લઈ લેવામા આવે છે અને ત્યારબાદ મુખ્ય વિષયોની પરીક્ષા લેવાય છે. આગામી 2020ની બોર્ડ પરીક્ષાના આજે જાહેર કરાયેલા સીબીએસઈના વિગતવાર કાર્યક્રમ મુજબ મુખ્ય વિષયોની પરીક્ષા 22મી ફેબુ્રઆરીથી શરૂ થશે. જેમાં સૌપ્રથમ મુખ્ય વિષયોમાં ધો.12 આર્ટસમાં સાયકોલોજી વિષયની પરીક્ષા 22 ફેબુ્રઆરીથી શરૂ થનાર છે.જ્યારે ધો.10ની મુખ્ય વિષયોની પરીક્ષા 26 ફેબુ્રઆરી અને ધો.12 સાયન્સની મુખ્ય વિષયની પરીક્ષા 27 ફેબુ્રઆરી તથા ધો.12 કોમર્સની પણ 27મી ફેબુ્રઆરીથી શરૂ થશે.
ધો.12ની પરીક્ષાઓ
તારીખ | વિષય |
૨૨ ફેબુ્ર | સાયકોલોજી |
૨૭ ફેબુ્ર. | અંગ્રેજી(બંને સ્ટ્રીમ) |
૨ માર્ચ | ફિઝિક્સ |
૩ માર્ચ | હિસ્ટ્રી |
૫ માર્ચ | એકાઉન્ટ |
૬ માર્ચ | પોલિટિકલ સાયન્સ |
૭ માર્ચ | કેમિસ્ટ્રી |
૧૩ માર્ચ | ઈકોનોમિક્સ |
૧૪ માર્ચ | બાયોલોજી |
૧૭ માર્ચ | મેથેમેટિક્સ(બંને સ્ટ્રીમ) |
૨૧ માર્ચ | કોમ્પ્યુટર સાયન્સ |
૨૩ માર્ચ | જીયોગ્રાફી |
૨૪ માર્ચ | બિઝનેસ એડમિન. |
૨૬ માર્ચ | હોમ સાયન્સ |
૩૦ માર્ચ | સોશિયોલોજી |
ધો.10ની પરીક્ષાઓ
તારીખ | વિષય |
26 ફેબુ્રઆરી | અંગ્રેજી |
29 ફેબુ્રઆરી | હિન્દી |
4 માર્ચ | સાયન્સ |
12 માર્ચ | મેથેમેટિક્સ |
18 માર્ચ | સમાજવિજ્ઞાન |