ઝારખંડ વિધાનસભાની 81 સીટો પર થયેલી ચૂંટણીની મતગણતરી ચાલુ છે. વલણોમાં કૉંગ્રેસ-ઝારખંડ મુક્તિ મોરચો બહુમતથી આગળ ચાલી રહ્યો છે. આવામાં હેમંત સોરેન રાજ્યનાં મુખ્યમંત્રી બને તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે તેઓ ઝારખંડનાં પાંચમાં મુખ્યમંત્રી પદ પર રહી ચુક્યા છે. હેમંત સોરેનનો જન્મ 10 ઑગષ્ટ 1975નાં બિહારનાં રામગઢ જિલ્લામાં થયો હતો. વર્તમાનમાં તેમની ઉંમર 44 વર્ષ છે. ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલનાં અનુમાન અનુસાર હેમંત સીએમ બને તે લગભગ નક્કી છે.
એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં હેમંત સોરેને આશા વ્યક્ત કરતા કહ્યું હતુ કે આ વખતે પરિણામ તેમના પક્ષમાં રહેશે. રાજનીતિમાં પોતાના કેરિયરની શરૂઆત તેમણે 2009થી કરી હતી, જ્યારે તેઓ રાજ્યસભાનાં સભ્ય બન્યા હતા. હેમંત સોરેને 15 જુલાઈ 2013નાં પહેલીવાર ઝારખંડનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
તેઓ 2014 સુધી આ પદ પર રહ્યા હતા. સોરેન ઝારખંડનાં પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનનાં દીકરા છે. તેમણે પટનાથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ બીઆઈટી મેસરામાં એડમિશન લઇને એન્જિનિયરિંગ કરવા ઇચ્છતા હતા.
મોટા ભાઈનાં મોતથી બદલાઈ જિંદગી
2005માં વિધાનસભા ચૂંટણીની સાથે તેમણે ચૂંટણી રાજનીતિમાં પગ રાખ્યા, જ્યારે તેઓ દુમકા સીટથી મેદાનમાં ઉતર્યા હતા. જો કે તેમણે પાર્ટીનાં વિદ્રોહી નેતા સ્ટીફન મરાંડીથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 2009માં મોટા ભાઈ દુર્ગાનાં મોતથી હેમંતની જિંદગીમાં વળાંક આવ્યો. દુર્ગાને શિબૂ સોરોનનાં ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા, પરંતુ તેમના અકાળે અવસાનથી હેંમત રાજ્યની રાજનીતિનાં કેન્દ્રમાં આવ્યા.
પત્નીનું નામ આવી ચુક્યુ છે જમીન વિવાદમાં
ઇલેક્શન કમિશનમાં જમા કરેલા પતોના સોગંદનામા અનુસરા બિરલા ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી (BIT)માં મિકેનિકલ એન્જિનિયરિંગનાં કૉર્સમાં એડમિશન લીધું હતુ, પરંતુ તેઓ કૉર્સ પૂર્ણ નહોતા કરી શક્યા. હેમંત સોરેનનાં લગ્ન ખાનગી સ્કૂલનાં સંચાલક કલ્પના સોરેન સાથે થયા છે. બંનેને 2 દીકરા છે. ઉલ્લેખનીય છે કે હેમંત સોરેનની પત્નીનું નામ સીએનટી એક્ટનું ઉલ્લંઘન કરીને જમીન ખરીદીનાં મામલે આવ્યું હતુ.