14 માં નાણાંપંચ ની ગ્રાન્ટ ની રકમ અન્ય હેતુ માટે વપરાયાનું સાબિત થશે તો નગર પાલિકા સુપરસીડ થવાના ભણકારા.
વલસાડ નગર પાલિકા ફરી એકવાર વિવાદ માં આવ્યું છે અને વિકાસ ની ગ્રાન્ટ ની મોટી રકમ પગારમાં વાપરી નાખી હોવાની વાત બહાર આવતા ભારે ચર્ચા જાગી છે. ઉપર સુધી ફરિયાદ થતાં ગાંધીનગર થી છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ના હિસાબો નું સુપર ઓડિટ કરી તેનો રિપોર્ટ આપવા આદેશ થતા સબંધીતો દોડતા થઈ ગયા છે.વાત જો સાબિત થશે તો નગરપાલિકા સુપરસીડ થવા સુધી ના પગલાં ભરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણાંપંચ દ્વારા દર વર્ષે અહીં કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે પૈસા નગર ના વિકાસ અને તે પ્રકારના હેતુ માટે કરવાનો હોય છે જેનો પાંચ વર્ષ નો ડેવલપમેન્ટ પ્લાન બનાવી સામાન્ય સભામાં રજૂ કરવાનો હોય છે અને કોઈ ફેરફાર હોય તો સામાન્ય સભામાં જ કરવો પડે અને તેની મંજૂરી મેળવવી પડતી હોય છે. જોકે, આ બધી બાબતો ને અવગણી ને પાલિકા ના શાસકો 14 મી નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી રૂ. 3.44 કરોડ જેટલી મોટી રકમ પગાર પાછળ ખર્ચી નાખી હોવાની ફરિયાદો ઉઠતા આ બાબતે ગાંધીનગર ના સચિવ કક્ષા એ ગંભીર નોંધ લેવામાં આવી છે. હાલ માં વલસાડ પાલિકા દેવાદાર થઈ ગઈ છે અને બીજી તરફ નાણાં પંચ ની ગ્રાન્ટ હેતુ સિવાય અન્યત્ર નહિ વાપરવાની સ્પષ્ટ ગાઈડ લાઇન હોવા છતાં અંદાજે 4 કરોડ ની રકમ ની પગાર આપવામાં ખર્ચી નાખવાની ફરિયાદ બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા સુપર ઓડિટ ની સૂચના અપાતા વલસાડ પાલિકા માં ટુક સમય માં નવાજુની ના ઍધાણ વર્તાઇ રહ્યા છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.